પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે, ડિજિટલ ઇન્ડિયા, સ્ટાર્ટઅપ ગ્રોથ અને યુવાનોની ભાગીદારી દેશના ભવિષ્યને ફરીથી આકાર આપી રહ્યું છે.ગઈકાલે નવી દિલ્હીમાં વિકસિત ભારત યંગ લીડર્સ ડાયલોગ 2026ના અંતિમ સત્રમાં બોલતા પ્રધાનમંત્રીએ કહ્યું કે, દેશ સર્જનાત્મક અને ટેકનોલોજી-સંચાલિત ક્ષેત્રોમાં મોટાભાગે યુવા ઉદ્યોગસાહસિકો ઝડપીથી આગળ વધી રહ્યા છે.તેમણે કહ્યું કે, ડિજિટલ ઇન્ડિયાએ સર્જકોનો એક નવો સમુદાય બનાવ્યો છે અને સંસ્કૃતિ, સામગ્રી અને સર્જનાત્મકતાને આવરી લેતા ‘ઓરેંજ ઇકોનીમી ઝડપથી આગળ વધી રહી છે.શ્રી મોદીએ સ્ટાર્ટઅપ ઈન્ડિયા, ડિજિટલ ઈન્ડિયા, ઈઝ ઓફ ડુઈંગ બિઝનેસ અને ટેક્સના માળખામાં સરળતા જેવા મુખ્ય સુધારાઓ અને અનેક પહેલ અંગે વાત કરી. ઉદ્યોગ સાહસિકતા માટે ભારતની સ્ટાર્ટઅપ ક્રાંતિને વેગન અહેવાલ આપતા જણાવ્યું કે, હાલમાં એક હજારથી વધુ સંરક્ષણ સ્ટાર્ટઅપ્સ કાર્યરત છે. 9 થી 12 જાન્યુઆરીમાં વિકસિત ભારત યંગ લીડર્સ ડાયલોગમાં દેશભરના વિવિધ સ્તરે 50 લાખથી વધુ યુવાનોએ ભાગ લીધો હતો.
Site Admin | જાન્યુઆરી 13, 2026 8:41 એ એમ (AM)
ડિજિટલ ઇન્ડિયા, સ્ટાર્ટઅપ ગ્રોથ અને યુવાનો દેશના ભવિષ્યને આકાર આપી રહ્યા છે – પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી