ગાંધીનગર ગુના તપાસ વિભાગ – CID-માં ડિજિટલ અરેસ્ટથી 11 કરોડ 42 લાખ રૂપિયાની છેતરપિંડીની ફરિયાદ નોંધાઈ છે. આ અંગે માહિતી આપતા C.I.D. ક્રાઈમના SP રાજદીપસિંહ ઝાલાએ કહ્યું, અમદાવાદનાં દંપતીએ આ અંગે ફરિયાદ નોંધાવતા ત્રણ આરોપીની અટકાયત કરવામાં આવી છે. આ આરોપી સમૂહ સામે મહારાષ્ટ્ર, તમિળનાડુ, તેલંગાણા સહિતના રાજ્યોમાં 11 જેટલા ગુના નોંધાયા હોવાનું પણ શ્રી ઝાલાએ જણાવ્યું.
Site Admin | ઓક્ટોબર 8, 2025 7:27 પી એમ(PM)
ડિજિટલ અરેસ્ટથી અમદાવાદનાં દંપતી સાથે 11 કરોડ રૂપિયાથી વધુની છેતરપિંડી – C.I.D. ક્રાઈમે ત્રણ આરોપીની અટકાયત કરી