ડાંગ જિલ્લા સાપુતારા પોલીસની શી ટીમ દ્વારા પ્રોજેક્ટ સંવેદના અંતર્ગત ગલકુંડમાં સરકારી યોજનાઓ વિશે માહિતી આપવામાં આવી હતી. શી ટીમ દ્વારા ડાંગી ભાષામાં હાટ બજારમાં ઉપસ્થિત લોકોને સરકારી યોજનાઓના લાભ મેળવવા ઉપરાંત સાઇબર ગુનાઓ, ટ્રાફિક નિયમો વિશે માહિતી આપવામાં આવી. આ પ્રસંગે ડાંગ જિલ્લા પોલીસ અધિક્ષક યશપાલ જગાણિયા તેમજ નાયબ પોલીસ અધિક્ષક એસ. જી. પાટિલ સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
Site Admin | નવેમ્બર 20, 2024 7:12 પી એમ(PM)
ડાંગ જિલ્લા સાપુતારા પોલીસની શી ટીમ દ્વારા પ્રોજેક્ટ સંવેદના અંતર્ગત ગલકુંડમાં સરકારી યોજનાઓ વિશે માહિતી આપવામાં આવી હતી
