ડાંગ જિલ્લામાં કમોસમી વરસાદના કારણે અંબિકા નદીમાં નવા નીર આવતા લોકોમાં આનંદની લાગણી જોવા મળી. આ અવસરે સ્થાનિકોએ અંબિકા નદીની પૂજા કરી નીરના વધામણાં કર્યા. આ ઉપરાંત તેમણે નદીને સાડી અર્પણ કરીને જળ દેવતાનો આભાર માન્યો.
આ પ્રસંગે સાધ્વી યશોદા દીદીએ જણાવ્યું કે, અંદાજે દસ દિવસથી વરસાદનો માહોલ હોવાથી અંબિકા નદી ખળખળ વહેતી થતાં ડાંગની પરંપરા મુજબ, આંબાપાડા અને ગીરાધોધની પૂજા કરવામાં આવી.
Site Admin | મે 19, 2025 3:29 પી એમ(PM)
ડાંગ જિલ્લામાં કમોસમી વરસાદના કારણે અંબિકા નદીમાં નવા નીર આવતા લોકોએ વધામણાં કર્યા.
