ડાંગ જિલ્લાના વન વિસ્તારમાં વનકર્મીઓએ, બરડીપાડા-મહાલ રોડ સહિત આહવા-મહાલ, ભેન્સકાતરી-કાલીબેલ, ભેન્સકાતરી-વઘઈ ઉપરાંત સુબીર-પીપલદહાડ જેવા માર્ગો વાહન વ્યવહાર માટે ખુલ્લા કર્યા હતા.
કેન્દ્રશાસિત પ્રદેશ દમણમાં પણ ગણેશ ઉત્સવને લઈને પાલિકા દ્વારા રોડનું સમારકામ શરૂ કરવામાં આવ્યું છે. નાની દમણમાં તીન બત્તી, કેકે માર્ગ અને જેટી રોડ સહિત અન્ય ઘણા રસ્તાનું સમારકામ કરવામાં આવ્યું હતું ,તીન બત્તીથી વિશ્વકર્મા રોડ અને જેટી રોડથી ગણપતિ દરિયામાં વિસર્જન માટે જવાય છે.
ગીરસોમનાથ જિલ્લામાં નગરપાલિકાનાં ચીફ ઓફિસર શ્રી વિનોદ રાઠોડના માર્ગદર્શન હેઠળ વરસાદ બાદ રોગચાળો ન ફેલાય તે માટે કોડિનાર શહેરી વિસ્તારમાં આવેલ ધાર્મિક સ્થળોના મેદાનોમાં તેમજ રોડ ઉપર જંતુનાશક દવાઓનો છંટકાવ કરવામા આવ્યો હતો. ઉપરાંત, શહેરમાં સ્વચ્છ સર્વેક્ષણ અભિયાન મુજબ શહેરના જુદા જુદા વિસ્તારોમાં સુકા અને ભીના કચરાના ટ્વીન બીન્સ લગાડવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી.
Site Admin | સપ્ટેમ્બર 3, 2024 7:28 પી એમ(PM) | વનકર્મી
ડાંગ જિલ્લાના વન વિસ્તારમાં વનકર્મીઓએ, બરડીપાડા-મહાલ રોડ સહિત આહવા-મહાલ, ભેન્સકાતરી-વઘઈ ઉપરાંત સુબીર-પીપલદહાડ જેવા માર્ગો વાહન વ્યવહાર માટે ખુલ્લા કર્યા
