ડાંગ જિલ્લાના પ્રવાસન સ્થળોએ આંતર માળખાકીય સુવિધાઓ શરૂ કરવા અંગે જિલ્લા કલેક્ટર સુશ્રી શાલિની દુહાનના અધ્યક્ષ સ્થાને આહવા ખાતે જિલ્લા પ્રવાસન સમિતિની બેઠક યોજાઇ હતી.
ડાંગ જિલ્લાના અમારા પ્રતિનિધિ મુનિરા શેખ જણાવે છે કે, આ બેઠકમા સાપુતારા સનસેટ પોઇન્ટને અપગ્રેડ કરી, પાર્કિંગની વ્યવસ્થા ઉભી કરવી, નોટિફાઈડ એરિયામા પ્રવાસીઓ વપરાશ કરી શકે તેવા શૌચાલય તેમજ ડ્રેનેજ લાઇનના બાંધકામનુ આયોજન, મહાલ રોડની પહોળાઈ પાંચ મીટર સુધી કરવા માટેની મંજૂરી જેવા મુદ્દે ચર્ચા કરાઇ હતી.
Site Admin | જુલાઇ 12, 2025 3:59 પી એમ(PM)
ડાંગ જિલ્લાના પ્રવાસન સ્થળોએ આંતર માળખાકીય સુવિધાઓ શરૂ કરવા અંગે જિલ્લા કલેક્ટરના અધ્યક્ષ સ્થાને જિલ્લા પ્રવાસન સમિતિની બેઠક યોજાઇ