ડાંગ જિલ્લાના ગિરિમથક સાપુતારા ખાતે શાળાના આચાર્યો અને વિજ્ઞાન શિક્ષકો માટે 5 દિવસીય “કલ્ચર ઓફ લર્નિંગ” કાર્યશાળાનું આયોજન કરવામાં આવ્યું છે. ડાંગ જિલ્લાના વિદ્યાર્થીઓમાં વૈજ્ઞાનિક અભિગમ વિકસાવવા, વિજ્ઞાન વિષય પ્રત્યે રસ વધારવા અને અભ્યાસ વધુ અસરકારક બનાવવા માટે આ કાર્યશાળાનું આયોજન કરાયું છે.
આ કાર્યશાળા દરમિયાન આશરે 35 શાળાના આચાર્યો અને શિક્ષકોને, શાળા અને વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ માટે વિવિધ અનુભવાત્મક પ્રવૃત્તિઓ દ્વારા તાલીમ આપવામાં આવશે. સાથે સાથે વિજ્ઞાન વિષયને વધુ સરળ, રસપ્રદ અને સમજણસભર બનાવવા માટે હેન્ડ-ઓન પ્રવૃત્તિઓ તથા લો-કોસ્ટ મોડલ્સ બનાવવાની પ્રાયોગિક તાલીમ આપવામાં આવશે, જેને શિક્ષકો તેમના દૈનિક શિક્ષણ કાર્યમાં અમલમાં મૂકી શૈક્ષણિક ગુણવત્તામાં વધારો કરશે.
. .
Site Admin | જાન્યુઆરી 18, 2026 3:40 પી એમ(PM)
ડાંગ જિલ્લાના ગિરિમથક સાપુતારા ખાતે શાળાના આચાર્યો અને વિજ્ઞાન શિક્ષકો માટે 5 દિવસીય “કલ્ચર ઓફ લર્નિંગ” કાર્યશાળાનું આયોજન કરવામાં આવ્યું.