ડાંગ જિલ્લાના કિલાદ ખાતે વન અને પર્યાવરણ મંત્રી મુળુભાઇ બેરાએ રાજ્યનું પ્રથમ અને વિશિષ્ટ વન વિજ્ઞાન કેન્દ્રનું લોકાર્પણ કર્યું. આ કેન્દ્રમાં એગ્રો ફોરેસ્ટ્રી, ખેડૂતોની આવકમાં વૃદ્ધિ થાય તે માટે તેમજ ટકાઉ ખેતી માટે વન વિભાગ, ખેડૂતો અને સમુદાયોના સહિયારા પ્રયાસથી આદાન પ્રદાન થશે.પર્યાવરણ અને કૃષિને જોડતી આ એવી મજબૂત કડી થશે જ્યાં ખેડૂતોને વિવિધ તાલીમ અપાશે.આ પ્રસંગે શ્રી બેરાએ જણાવ્યું હતું કે અહીં પ્રથમ વન ચેતના કેન્દ્ર સ્થાપીને ખેડૂતો તેમજ વન સંવર્ધકો પ્રત્યે પરસ્પર જ્ઞાનની આપ-લે થશે, સરકારની વનને લગતી યોજનાઓનું મૂલ્યાંકન કરાશે, લોકોને વન થકી કેવી રીતે આજીવિકા મળે અને આ વન આપણને કઈ રીતે વધારે ઓક્સિજન પૂરું પાડે તેનું મંથન થશે. આ કાર્યક્રમમાં પ્રગતિશીલ ખેડૂતો અને એગ્રો ફોરેસ્ટ્રી યોજનાના લાભાર્થીઓને સન્માનિત કરવામાં આવ્યા હતા.
Site Admin | જુલાઇ 27, 2025 9:28 એ એમ (AM)
ડાંગ જિલ્લાના કિલાદ ખાતે રાજ્યના પ્રથમ અને વિશિષ્ટ વન વિજ્ઞાન કેન્દ્રનું લોકાર્પણ