ડાંગ જિલ્લાના આહવાના ગાઢવી સ્થિત કોટબા આયુષમાન આરોગ્ય મંદિરને રાષ્ટ્રીય ગુણવત્તા ખાતરી ધોરણનું રાષ્ટ્રીય પ્રમાણપત્ર એનાયત કરાયું છે. એન.એચ.આર.સી દિલ્હીના ટીમે કરેલા
મુલ્યાંકનમાં 93.19 સ્કોર મળવીને રાષ્ટ્રીય ગુણવત્તા ખાતરી ધોરણનું રાષ્ટ્રીય પ્રમાણપત્ર પ્રાપ્ત કર્યું છે.આયુષ્માન આરોગ્ય મંદિરમાં સગર્ભા માતાની તેમજ પ્રસૂતાની પ્રસૂતિ પછીની સાર સંભાળ, નવજાત શિશુ, ડાયાબિટીસ, કેન્સર જેવા રોગોનું નિદાન સહિત અનેક સેવાઓ અપાઈ રહી છે. ઉલ્લેખનીય છે કે દિલ્હીની ટીમ દ્વારા આરોગ્ય અંગેના આ તમામ પાસાંઓની ચકાસણી કરી સ્કોર આપવામાં આવ્યાં હતાં.
Site Admin | ફેબ્રુવારી 8, 2025 9:32 એ એમ (AM)
ડાંગ જિલ્લાના આહવાના ગાઢવી સ્થિત કોટબા આયુષમાન આરોગ્ય મંદિરને રાષ્ટ્રીય ગુણવત્તા ખાતરી ધોરણનું રાષ્ટ્રીય પ્રમાણપત્ર એનાયત કરાયું છે