ડાંગર, બાજરી, જુવાર, રાગી અને મકાઇનું લઘુતમ ટેકાના ભાવે વેચાણ કરવા ખેડૂતો આવતીકાલથી નોંધણી કરાવી શકશે. ખેડૂતો પાસેથી ખરીફ માર્કેટિંગ સિઝન 2025-26 માટે પહેલી નવેમ્બરથી લઘુતમ ટેકાના ભાવે ખરીદી કરાશે. જેના માટે 31 ઓક્ટોબર સુધી ખેડૂત ખાતેદારના બાયોમેટ્રીક ઓથેન્ટીકેશન દ્વારા ઓનલાઇન નોંધણી કરાશે. આ વર્ષે બાજરી, જુવાર તથા રાગીમાં ટેકાના ભાવ ઉપરાંત પ્રતિ ક્વિન્ટલ 300 રૂપિયાનું બોનસ પણ અપાશે.
લઘુતમ ટેકાના ભાવે વેચાણ કરવા ઈચ્છતા ખેડૂતોએ સ્થાનિક ગ્રામ્ય કક્ષાએ VCE મારફતે તેમજ તાલુકા કક્ષાએ નિગમના ગોડાઉન ખાતે નોંધણી કરાવી શકશે. પહેલી નવેમ્બર 2025 થી 30 જાન્યુઆરી 2026 સુધી ટેકાના ભાવે ખરીદી કરાશે.
Site Admin | સપ્ટેમ્બર 30, 2025 7:57 પી એમ(PM)
ડાંગર, બાજરી, જુવાર, રાગી અને મકાઇનું લઘુતમ ટેકાના ભાવે વેચાણ કરવા ખેડૂતો આવતીકાલથી નોંધણી કરાવી શકશે