ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

મે 10, 2025 9:07 એ એમ (AM)

printer

ડાંગમાં વાદળ ફાટવાને કારણે પૂર્ણા નદીમાં આવેલા ધસમસતા પૂરને કારણે વ્પાપક નુકશાન

ડાંગ જિલ્લાના ગિરિમથક સાપુતારા અને તળેટી વિસ્તારમાં વરસાદ પૂર્વ પટ્ટી વિસ્તારમાં આવેલા ચીંચલી, ગારખડી, નકટીયા હનવત ગામોમાં ગઈ કાલે સાંજે વરસાદ સાથે વાવાઝોડું ફૂંકાયું હતું. ઉપરવાસમાં વાદળ ફાટવાના લીધે પૂર્ણા નદીમાં અચાનક જ અતિ ભારે પૂર આવતા લોકોમાં દોડધામ મચી ગઇ હતી. અચાનક જ નદીમાં પૂર આવતા લોકો કિનારે દોડી ગયા હતા. નદીમાં પૂરથી લોકોએ નદીમાં મૂકેલી પિયત માટેની મોટર પંપ કાઢવાનો મોકો મળ્યો ન હતો. તેમજ નદી કિનારે ભેગો કરેલો ઘાસચારો પૂરના પાણીમાં વહી જતા વ્યાપક નુકશાન થયું હતું. રાતનો સમય હોવાના લીધે નુકસાનીનો અંદાજ લગાવી શકાયો નથી. પરંતુ સર્વે બાદ આ નુકસાનનો ચોક્કસ આંકડો જાહેર થશે. ડાંગમાં વરસાદ અને વાવાઝોડામાં કેરી ના પાકને ભારે નુકસાન થયુ છે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ