ડાંગમાં આહવાના બાળકોએ ઓડિશામાં યોજાયેલી રાષ્ટ્રીયકક્ષાની ચોથી એકલવ્ય રમતગમત સંમેલનમાં આઠ સુવર્ણ અને ચાર રજત ચંદ્રક જીત્યા છે. અમારાં પ્રતિનિધિ મુનિરા શેખ જણાવે છે, ઓડિશાના સુંદરગઢ ખાતે યોજાયેલી સ્પર્ધામાં એકલવ્ય મૉડેલ રેસિડેન્શિઅલ શાળાના વિદ્યાર્થીઓએ આ સિદ્ધિ હાંસલ કરી છે.
14 વર્ષથી ઓછી વયની શ્રેણીમાં સ્મિત કુમાર ગામિત અને સૌરભ કોંકણીએ તથા 19 વર્ષથી ઓછી વયની શ્રેણીમાં અભય કુમાર અને રૂદ્રકુમાર બાગુલે-એ સુવર્ણ ચંદ્રક જીત્યાં છે. જ્યારે 14 વર્ષથી ઓછી વયની મહિલાઓની શ્રેણીમાં ક્રિષા ચૌધરી અને ઋત્વીકુમારી ચૌધરીએ સુવર્ણ ચંદ્રક મેળવ્યો છે.
Site Admin | નવેમ્બર 21, 2025 3:42 પી એમ(PM)
ડાંગમાં આહવાના બાળકોએ ઓડિશામાં યોજાયેલી રાષ્ટ્રીયકક્ષાની ચોથી એકલવ્ય રમતગમત સંમેલનમાં આઠ સુવર્ણ અને ચાર રજત ચંદ્રક જીત્યા