જુલાઇ 26, 2025 7:10 પી એમ(PM)

printer

ડાંગમાં આજથી 23 દિવસના સાપુતારા મૉન્સુન ફેસ્ટિવલનો આરંભ

ડાંગના ગિરિમથક સાપુતારા ખાતે આજથી સાપુતારા મૉન્સુન ફેસ્ટિવલનો આરંભ થયો. આગામી 17 ઑગસ્ટ સુધી યોજાનારા આ મહોત્સવનું ઉદ્ઘાટન પ્રવાસન મંત્રી મુળૂભાઈ બેરાએ કરાવ્યું.
આ પ્રસંગે તેમણે કહ્યું, આ મહોત્સવમાં દૈનિક સાંસ્કૃતિક કાર્યક્રમ અને નવા નવા આકર્ષણનું આયોજન કરાયું છે. શ્રી બેરાએ પ્રવાસીઓને પ્રાકૃતિક વાતાવરણમાં ખીલેલા ખેત ઉત્પાદનો તેમજ હસ્તકળાની ચીજવસ્તુઓ ખરીદવા લોકોને અપીલ કરી.

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.