ફેબ્રુવારી 11, 2025 3:20 પી એમ(PM) | ડાંગ

printer

ડાંગના વઘઇ તાલુકાના માનમોડી ક્લસ્ટરમાં સમાવિષ્ટ કાંચનપાડા ગામમાં પ્રાકૃતિક કૃષિ વિષયક તાલીમ યોજાઇ

ડાંગના વઘઇ તાલુકાના માનમોડી ક્લસ્ટરમાં સમાવિષ્ટ કાંચનપાડા ગામમાં પ્રાકૃતિક કૃષિ વિષયક તાલીમ યોજાઇ હતી. આ તાલીમમાં આત્મા પ્રોજેક્ટના માસ્ટર ટ્રેનર મિતલબેન મેસવાણીયા, અને સંદિપભાઈ શેવરે દ્વારા રાસાયણિક ખાતરને બદલે જીવામૃત, ઘન જીવામૃત અને જીવાત નિયંત્રણ માટે નિમાસ્ત્ર, અગ્નિઅસ્ત્ર અને બ્રહ્માસ્ત્રનોનો ઉપયોગ અને આધુનિક ખેતી અંગેની વિસ્તૃતમાં માહિતી આપવામાં આવી હતી.
જિલ્લામાં પ્રાકૃતિક કૃષિનો વ્યાપ વધારવા અને ખેડૂતો પ્રાકૃતિક ખેતી તરફ વળે તે માટે તાલીમ, ખેતીલક્ષી પ્રેરણા પ્રવાસ, આધુનિક ખેતીની મુલાકાત અને કિસાન ગોષ્ઠીનું આયોજન કરવામાં આવે છે.