નવેમ્બર 16, 2025 2:43 પી એમ(PM)

printer

ડાંગના ચનખલ ગામના મૃતકના વારસદારને ચાર લાખ રૂપિયાની સહાયનો ચેક અર્પણ કર્યો.

ડાંગના ચનખલ ગામના મૃતકના વારસદારને ચાર લાખ રૂપિયાની સહાયનો ચેક અર્પણ કર્યો.
ડાંગ જિલ્લાના આહવામાં નખલ ગામના બનાબેન ચોર્યાનું ગત દિવસોમાં વરસેલાં ભારે વરસાદના કારણે નદીના પ્રવાહમાં તણાવાથી અવસાન થયું હતું.
ગુજરાત વિધાનસભા નાયબ મુખ્ય દંડક વિજય પટેલ મૃતકના પરિવારને મળીને સાંત્વના આપી હતી. તેમજ મૃતકના વારસદારને સરકારના કુદરતી આફતના ધારાધોરણ મુજબ ચાર લાખ રૂપિયાની સહાયનો ચેક વિતરણ કર્યો હતો.
આ પ્રસંગે આહવા તાલુકા પંચાયત પ્રમુખ સુરેશ ચૌધરી, આહવા તાલુકા વિકાસ અધિકારી આર,બી.ચૌધરી ઉપસ્થિત રહ્યાં હતાં

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.