ડાંગના આહવા ખાતે તકેદારી આયુક્ત સંગીતા સિંઘની અધ્યક્ષતામાં ‘લાંચ રૂશ્વત વિરોધી અને તકેદારી સમિતિની સમીક્ષા બેઠક યોજાઈ ગઈ. બેઠકમાં સુશ્રી સિંઘે જિલ્લાના કેસોની સમીક્ષા હાથ ધરી આયોગના ઉદ્દેશ અને કાર્યપદ્ધતિ વિષે સમજ પૂરી પડી હતી.
તેમણે નિયમિત સમયાંતરે બેઠકોના આયોજન સાથે તાબાની કચેરીઓના નિરીક્ષણની કામગીરીને વધુ અસરકારક બનાવવાની કાર્યપ્રણાલી ઉપર ભાર મૂક્યો હતો. અમારા ડાંગના પ્રતિનિધિ મુનિરા શેખ જણાવે છે કે, નાગરિક સેવાઓ અને જાહેર વહીવટમાં પારદર્શકતા વધે તથા પ્રજાકીય સેવાઓમા બિનજરૂરી વિલંબ નિવારી શકાય તે માટે અધિકારીઓને માર્ગદર્શન આપ્યું હતું.
Site Admin | સપ્ટેમ્બર 22, 2024 2:49 પી એમ(PM)
ડાંગના આહવા ખાતે તકેદારી આયુક્ત સંગીતા સિંઘની અધ્યક્ષતામાં ‘લાંચ રૂશ્વત વિરોધી અને તકેદારી સમિતિની સમીક્ષા બેઠક યોજાઈ