ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
Listen to live radio

માર્ચ 14, 2025 1:06 પી એમ(PM) | National

printer

ટ્રેનના અપહરણમાં ભારતનો હાથ હોવાના પાકિસ્તાનનાં આરોપોને ભારતે પાયાવિહોણા ગણાવ્યા

તાજેતરમાં ટ્રેન અપહરણમાં ભારતનો હાથ હોવાના પાકિસ્તાનના આરોપોને ભારતે પાયાવિહોણા ગણાવ્યા છે. પાકિસ્તાનના આરોપો અંગે મીડિયાના પ્રશ્નોના જવાબમાં, વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે જણાવ્યું કે ભારત પાકિસ્તાનના પાયાવિહોણા આરોપોને સ્પષ્ટપણે નકારે છે. તેમણે કહ્યું કે આખી દુનિયા જાણે છે કે વૈશ્વિક આતંકવાદનું કેન્દ્ર ક્યાં છે. પ્રવક્તાએ કહ્યું કે પાકિસ્તાને પોતાની આંતરિક સમસ્યાઓ અને નિષ્ફળતાઓ માટે બીજાઓ પર આંગળી ચીંધવા અને દોષારોપણ કરવાને બદલે પોતાની અંદર જોવું જોઈએ.