સપ્ટેમ્બર 10, 2025 2:08 પી એમ(PM)

printer

ટ્રાઇએ ડિસ્ટ્રિબ્યુશન પ્લેટફોર્મ ઓપરેટરોને પ્રસારણ સેવાઓ માટે માસિક અને ત્રિમાસિક ધોરણે પર્ફોર્મન્સ મોનિટરિંગ રિપોર્ટ્સ રજૂ કરવા આદેશ આપ્યો

ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઈન્ડિયા (TRAI) એ તમામ ડિસ્ટ્રિબ્યુશન પ્લેટફોર્મ ઓપરેટરો (DPOs) ને પ્રસારણ સેવાઓ માટે માસિક અને ત્રિમાસિક ધોરણે પર્ફોર્મન્સ મોનિટરિંગ રિપોર્ટ્સ (PMRs) જમા કરવાનો નિર્દેશ આપ્યો છે. જેમાં DTH ઓપરેટરો, મલ્ટી સિસ્ટમ ઓપરેટરો (MSOs), હેડએન્ડ-ઇન-ધ-સ્કાય (HITS) ઓપરેટરો અને ઈન્ટરનેટ પ્રોટોકોલ ટેલિવિઝન (IPTV) ઓપરેટરોનો સમાવેશ થાય છે.
એક નિવેદનમાં, સંચાર મંત્રાલયે જણાવ્યું હતું કે, રિપોર્ટિંગ ફ્રેમવર્કનો ઉદ્દેશ્ય પાલનનું અસરકારક નિરીક્ષણ સુનિશ્ચિત કરવા, પારદર્શિતાને પ્રોત્સાહન આપવા, ગ્રાહક હિતનું રક્ષણ કરવા અને પ્રસારણ અને કેબલ ટીવી સેવાઓ ક્ષેત્રના વ્યવસ્થિત વિકાસને સરળ બનાવવાનો છે.