ટ્રમ્પ વહીવટીતંત્રે હાર્વર્ડ યુનિવર્સિટીને આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓને પ્રવેશ આપવા પર પ્રતિબંધ મૂક્યો છે. અમેરિકન હોમલેન્ડ ડિપાર્ટમેન્ટના સેક્રેટરી ક્રિસ્ટી નોએમે આ અંગે હાર્વર્ડ યુનિવર્સિટીને પત્ર લખ્યો છે. તેમણે કહ્યું હતું કે, તે એક વિશેષાધિકાર છે, યુનિવર્સિટીમાં વિદેશી વિદ્યાર્થીઓનો પ્રવેશ વિશેષ સુવિધા છે, અધિકાર નથી.
હાર્વર્ડ યુનિવર્સિટીને લખેલા પત્રમાં કહેવામાં આવ્યું છે કે ટ્રમ્પ વહીવટીતંત્રના આ નિર્ણય પછી હાલના વિદ્યાર્થીઓએ અન્ય સંસ્થાઓમાં જવું પડશે, નહીંતર તેઓ તેમનો કાનૂની દરજ્જો ગુમાવશે. તેમણે જણાવ્યું કે, યુનિવર્સિટીનું વહીવટીતંત્ર સરકારના નિર્દેશોનું પાલન કરવામાં નિષ્ફળ રહ્યું છે. તેમણે કહ્યું કે આ નિર્ણયથી અન્ય યુનિવર્સિટીઓએ પણ સમજી લેવું જોઈએ કે ટ્રમ્પ વહીવટીતંત્ર કોઈ પણ કિંમતે કાયદાનો અમલ કરશે અને શૈક્ષણિક પરિસરમાં અમેરિકા વિરોધી અથવા યહૂદી વિરોધી પ્રવૃત્તિઓ સ્વીકારવામાં આવશે નહીં.
Site Admin | મે 23, 2025 1:59 પી એમ(PM)
ટ્રમ્પ વહીવટીતંત્રએ હાર્વર્ડ યુનિવર્સિટી પર આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓને પ્રવેશ આપવા પર પ્રતિબંધ મૂક્યો
