જાન્યુઆરી 12, 2026 9:50 એ એમ (AM)

printer

ટ્રમ્પે અમેરિકામાં રખાયેલા વેનેઝુએલાના સરકારી ભંડોળ અદાલતો અને લેણદારો દ્વારા જપ્ત ન થાય તે માટે રાષ્ટ્રીય કટોકટી જાહેર કરી

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે અમેરિકામાં રાખવામાં આવેલા વેનેઝુએલાના સરકારી ભંડોળને અદાલતો અને લેણદારો દ્વારા જપ્ત ન થાય તે માટે રાષ્ટ્રીય કટોકટી જાહેર કરી છે.એક કાર્યકારી આદેશમાં, શ્રી ટ્રમ્પે જણાવ્યું કે વેનેઝુએલાની સરકારી થાપણો સામે જપ્તી અથવા અન્ય ન્યાયિક કાર્યવાહીની ધમકી અમેરિકાની રાષ્ટ્રીય સુરક્ષા અને વિદેશ નીતિને ગંભીર નુકસાન પહોંચાડશે. તેમણે જણાવ્યું કે આવી કાર્યવાહી વેનેઝુએલામાં આર્થિક અને રાજકીય સ્થિરતાને પ્રોત્સાહન આપવાના અમેરિકાના પ્રયાસોને અવરોધશે.કાર્યકારી આદેશ વિદેશી સરકારી થાપણો સામે કોઈપણ જપ્તી અથવા અન્ય ન્યાયિક કાર્યવાહી પર પ્રતિબંધ મૂકે છે. આદેશ સ્પષ્ટ કરે છે કે આ ભંડોળ વેનેઝુએલાની સરકાર દ્વારા કુદરતી સંસાધનોના વેચાણમાંથી મેળવવામાં આવી છે. આ ભંડોળને વેનેઝુએલાની સાર્વભૌમ મિલકત ગણવામાં આવશે.ખાનગી પક્ષો અથવા ચુકાદાના લેણદારોની મિલકત નહીં. આદેશમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે અમેરિકી સરકાર ફક્ત આ ભંડોળની રક્ષક છે.

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.