ભારતે ટોરોન્ટોમાં રથયાત્રા દરમિયાન સર્જાયેલી વિક્ષેપની સ્થિતીની સખત શબ્દોમાં ટિકા કરી છે અને આ કૃત્યને ધિક્કારપાત્ર ગણાવ્યું છે. રથયત્રા દરમિયાન તોફાની તત્વોએ વિક્ષેપ પાડ્યો હતો તે મામલે કેનેડાના અધિકારીઓને જવાબદારો સામે કાર્યવાહી કરવા વિનંતી કરી છે.આ ઘટના અંગે મીડિયાના પ્રશ્નોના જવાબમાં વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે જણાવ્યું હતું કે, આવા કૃત્યો ખેદજનક છે અને તહેવારની ઉજવણીની ભાવનાની વિરુદ્ધ છે, શ્રી જયસ્વાલે જણાવ્યું હતું કે, ભારતે આ કૃત્યના ગુનેગારોને જવાબદાર ઠેરવવા માટે કેનેડાના અધિકારીઓ સમક્ષ આ મુદ્દો ભારપૂર્વક ઉઠાવ્યો છે. તેમણે આશા વ્યક્ત કરી કે, કેનેડાની સરકાર લોકોના ધાર્મિક અધિકારોનું રક્ષણ કરવા માટે જરૂરી પગલાં લેશે.
Site Admin | જુલાઇ 15, 2025 8:43 એ એમ (AM)
ટોરોન્ટોમાં રથયાત્રામાં વિક્ષેપ પાડવાની ઘટનાની કડક શબ્દોમાં ટિકા કરીને જવાબદારો સામે પગલાં ભરવા કેનેડા સરકારને ભારતની અપીલ