ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઈન્ડિયાએ ખાનગી રેડિયો બ્રોડકાસ્ટર્સ માટે ડિજિટલ રેડિયો બ્રોડકાસ્ટિંગ પોલિસી બનાવવાની ભલામણ કરી છે. ભારતીય દૂરસંચાર નિયામકે ચાર A-પ્લસ શહેરો – દિલ્હી, મુંબઈ, કોલકાતા અને ચેન્નાઈ અને નવ A-ક્લાસ શહેરો – હૈદરાબાદ, બેંગલુરુ, અમદાવાદ, સુરત, પુણે, જયપુર, લખનૌ, કાનપુર અને નાગપુરમાં ડિજિટલ રેડિયો બ્રોડકાસ્ટિંગ સેવાઓ શરૂ કરવા માટે અનામત કિંમતની ભલામણ કરી છે.TRAIએ જણાવ્યું કે, નવા બ્રોડકાસ્ટર્સે સિમ્યુલકાસ્ટ મોડમાં ડિજિટલ રેડિયો સેવાઓ શરૂ કરવી જોઈએ. હાલના એનાલોગ FM રેડિયો બ્રોડકાસ્ટર્સ પણ સ્વૈચ્છિક ધોરણે સિમ્યુલકાસ્ટ મોડમાં સ્થળાંતર કરવાની મંજૂરી આપવી જોઈએ. વધુમાં જણાવ્યું હતું કે ડિજિટલ રેડિયો બ્રોડકાસ્ટિંગ માટે પરમિટનો સમયગાળો 15 વર્ષનો હોવો જોઈએ.પ્રસાર ભારતીએ તેની જમીન અને ટાવર માળખાકીય સુવિધા તેમજ સામાન્ય બ્રોડકાસ્ટિંગ ઈન્ફ્રાસ્ટ્રક્ચર પણ ખાનગી બ્રોડકાસ્ટર્સ સાથે રાહત દરે શેર કરવા જોઈએ. TRAIએ ભલામણ કરી હતી કે સરકારે એક જ ટેકનોલોજી પરિદૃશ્ય હેઠળ ચાર A-પ્લસ શહેરો અને નવ A-ક્લાસ શહેરો માટે ફ્રીક્વન્સી પ્લાન તૈયાર કરવા જોઈએ અને તેમને જાહેર ક્ષેત્રમાં મૂકવા જોઈએ. માહિતી અને પ્રસારણ મંત્રાલયે ગયા વર્ષે ખાનગી રેડિયો બ્રોડકાસ્ટર્સ માટે ડિજિટલ રેડિયો બ્રોડકાસ્ટિંગ નીતિ બનાવવા માટે TRAI પાસેથી ભલામણો માંગી હતી.
Site Admin | ઓક્ટોબર 4, 2025 9:57 એ એમ (AM)
ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઈન્ડિયાએ ખાનગી રેડિયો બ્રોડકાસ્ટર્સ માટે ડિજિટલ રેડિયો બ્રોડકાસ્ટિંગ પોલિસી બનાવવાની ભલામણ કરી