ઓક્ટોબર 8, 2025 1:42 પી એમ(PM)

printer

ટેલિકોમ ક્ષેત્રમાં દેશની સફળતા આત્મનિર્ભર ભારતના વિઝનની ક્ષમતા દર્શાવે છે : પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે નવી દિલ્હીમાં યશોભૂમિ ખાતે એશિયાના સૌથી મોટા ટેલિકોમ, મીડિયા અને ટેકનોલોજી કાર્યક્રમ, ઇન્ડિયા મોબાઇલ કોંગ્રેસ 2025 ના નવમા સંસ્કરણનું ઉદ્ઘાટન કર્યું. સભાને સંબોધતા, શ્રી મોદીએ કહ્યું કે ટેલિકોમ ક્ષેત્રમાં દેશની સફળતા આત્મનિર્ભર ભારત વિઝનની તાકાત દર્શાવે છે. તેમણે કહ્યું કે, જે દેશ એક સમયે 2G સાથે મુશ્કેલીઓનો સામનો કરી રહ્યો હતો, હવે લગભગ દરેક જિલ્લામાં 5G કવરેજ ધરાવે છે.
પ્રધાનમંત્રીએ કહ્યું કે, દેશમાં ડિજિટલ કનેક્ટિવિટી હવે કોઈ વિશેષાધિકાર કે વૈભવી નથી રહી પરંતુ દરેક ભારતીયના જીવનનો અભિન્ન ભાગ બની ગઈ છે. તેમણે કહ્યું કે, ઇન્ડિયા મોબાઇલ કોંગ્રેસ કાર્યક્રમ ફક્ત મોબાઇલ અને ટેલિકોમ પૂરતો મર્યાદિત નથી, પરંતુ થોડા વર્ષોમાં એશિયાનો સૌથી મોટો ડિજિટલ ટેકનોલોજી ફોરમ બની ગયો છે.
પ્રધાનમંત્રીએ કહ્યું કે, દેશ નવીનતા અને પ્રગતિ માટે એક અસરકારક પ્લેટફોર્મ તરીકે ઉભરી રહ્યો છે. શ્રી મોદીએ ભાર મૂક્યો કે ભારત હવે વિશ્વનું બીજું સૌથી મોટું ટેલિકોમ બજાર છે, અને બીજા ક્રમનું સૌથી મોટું 5G બજાર છે.
આ પ્રસંગે બોલતા, સંદેશાવ્યવહાર મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાએ જણાવ્યું હતું કે ભારત હવે વિશ્વનું ડિજિટલ ધ્વજવાહક બની ગયું છે.