જૂન 15, 2025 4:01 પી એમ(PM)

printer

ટેબલ ટેનિસમાં, માનવ ઠક્કર અને માનુષ શાહ નોર્થ મેસેડોનિયામાં WTT કન્ટેન્ડર સ્કોપ્જે 2025ની ફાઇનલમાં પ્રવેશ્યા

ટેબલ ટેનિસમાં ભારતના માનવ ઠક્કર અને માનુશ શાહે આજે નોર્થ મેસેડોનિયા ખાતે WTT કન્ટેન્ડર સ્કોપ્જે 2025ની પુરુષ ડબલ્સની ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો. સેમી ફાઇનલમાં તેમણે દક્ષિણ કોરિયાની જોડી લિમ જોંગહૂન અને ઓહ જુનસુંગને 3-1 થી હરાવી હતી.
અગાઉ, ભારતીય જોડીએ ક્વાર્ટર ફાઇનલ રાઉન્ડમાં સમાન પરિણામો સાથે સ્લોવેનિયાના ડાર્કો જોર્જિક અને ડેની કોઝુલને હરાવ્યા હતા.