ઓલ ઇન્ડિયા ટેનિસ એસોસિયેશનના નેજા હેઠળ યોજાતી ટેનિસ પ્રિમિયર લીગની સાતમી સિઝન આગામી નવમીથી 14 ડિસેમ્બર દરમિયાન અમદાવાદમાં યોજાશે. ગુજરાત યુનિવર્સિટી ટેનિસ સ્ટેડિયમ ખાતે યોજાનારી આ લીગમાં ભારતના બે વખતના ગ્રાન્ડ સ્લેમ વિજેતા રોહન બોપન્ના પણ ભાગ લેશે. આઠ ટીમ વચ્ચે ખેલાનારી આ લીગમાં એ ટીપી રેન્કિંગમાં 30થી 50 ક્રમ ધરાવતા ખેલાડીઓ પહેલીવાર ગુજરાતમાં રમશે.
Site Admin | સપ્ટેમ્બર 2, 2025 9:48 એ એમ (AM)
ટેનિસ પ્રિમિયર લીગની સાતમી સિઝન આગામી નવમીથી 14 ડિસેમ્બર દરમિયાન અમદાવાદમાં યોજાશે
