ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
Listen to live radio

ઓક્ટોબર 31, 2024 2:24 પી એમ(PM) | ટેનિસ

printer

ટેનિસમાં, ભારતના ઋત્વિક ચૌધરી બૉલ્લિપલ્લી અને અર્જૂન કાધે આજે સ્લૉવાકિયામાં યોજાનારી બ્રાતિસ્લાવા ઑપન સ્પર્ધામાં ભાગ લેશે

ટેનિસમાં, ભારતના ઋત્વિક ચૌધરી બૉલ્લિપલ્લી અને અર્જૂન કાધે આજે સ્લૉવાકિયામાં યોજાનારી બ્રાતિસ્લાવા ઑપન સ્પર્ધામાં ભાગ લેશે. પુરુષ ડબલ્સ ક્વાર્ટર ફાઈનલમાં ભારતીય જોડીનો મુકાબલો નેદરલેન્ડના રૉબિન હાસે અને ઑસ્ટ્રેયાના લુકાસ મીડલરની જોડી સામે થશે.
આ પહેલા બૉલ્લિપલ્લી અને કાધેએ ભારતના જ જીવન નેદુનચેઝિયાન અને વિજય સુંદર પ્રશાંતની જોડીને પ્રિ-ક્વાર્ટર ફાઈનલમાં 6—4, 6—4થી પરાજય આપ્યો હતો. અન્ય એક ક્વાર્ટર ફાઈનલમાં, ભારતીય ખેલાડી એન. શ્રીરામ બાલાજી પોતાના અર્જેન્ટીનાના સાથી ગુઈડો આન્દ્રેઓઝીનો આજે સ્લૉવાકિયાનાલુકાસ પૉર્કોની અને ચેકિયાના માઈકલ વ્રબેન્સ્કીની જોડી સાથે મુકાબલો થશે. ભારતીય-અર્જેન્ટીના જોડીએ મંગળવારે પ્રિ-ક્વાર્ટર ફાઈનલની મેચમાં નેદરલેન્ડના મૈટવે મિડેલકૂપ અને પૉર્ટુગલના ફ્રાન્સિસ્કો ક્રેબ્રાલને 6—3, 6—7, 10—6થી પરાજય આપ્યો હતો.