ટેકાના ભાવે રાજ્યના 70 હજારથી વધુ ખેડૂતો પાસેથી એક હજાર 177 કરોડની એક લાખ 62 હજાર મેટ્રિક ટનથી વધુ મગફળી સરકાર દ્વારા ખરીદવામાં આવી હોવાનું નાયબ મુખ્યમંત્રી અને સરકારના પ્રવક્તા મંત્રી હર્ષ સંઘવીએ કહ્યુ હતું. રાજ્યમાં 10 હજાર કરોડના કૃષિ રાહત પેકેજ અંતર્ગત સહાય મેળવવા 10 લાખથી વધુ ખેડૂતોએ અરજી કરી હોવાનું પણ શ્રી સંઘવીએ જણાવ્યું હતું. કેબિનેટની બેઠક બાદ પત્રકારોને સંબોધતા મંત્રીએ ઉમેર્યુ કે, સપ્ટેમ્બરના કૃષિ રાહત પેકેજનો લાભ મેળવવા પાંચ અસરગ્રસ્ત જિલ્લાના 1.25 લાખ ખેડૂતોએ અરજી કરી છે.
Site Admin | નવેમ્બર 20, 2025 7:38 એ એમ (AM)
ટેકાના ભાવે રાજ્યના સિત્તર હજારથી વધુ ખેડૂતો પાસેથી એક હજાર 177 કરોડના મૂલ્યની 1.62 લાખ મેટ્રિક ટનથી વધુ મગફળીની ખરીદી કરાઇ