નવેમ્બર 9, 2025 2:27 પી એમ(PM)

printer

ટેકાના ભાવે ખરીફ પાકોની ખરીદીનો આજથી રાજ્યવ્યાપી શુભારંભ..

ટેકાના ભાવે ખરીફ પાકોની ખરીદીનો આજથી રાજ્યવ્યાપી શુભારંભ થયો છે. કૃષિ મંત્રી જીતુ વાઘાણીએ ગાંધીનગરના દહેગામમાં ટેકાના ભાવે ખરીદીનો રાજ્યવ્યાપી શુભારંભ કરાવ્યા ખેડૂતો સાથે સંવાદ કર્યો. બજાર કરતા વધુ ભાવે જણસીની ખરીદી કરવા બદલ ખેડૂતોએ રાજ્ય સરકારનો આભાર વ્યક્ત કર્યો. ઉલ્લેખનીય છે, ખેડૂતો પાસેથી 15 હજાર કરોડથી વધુની કિંમતની મગફળી, મગ, અડદ અને સોયાબીનની ખરીદી કરવામાં આવી રહી છે. દરમિયાન પોરબંદરમાં કેબિનેટ મંત્રી અર્જુન મોઢવાડીયાએ ટેકાના ભાવે મગફળીની ખરીદીનો પ્રારંભ કરાવ્યો. શ્રી મોઢવાડીયાએ જણાવ્યું, આ ખરીદીને લઈને ખેડૂતોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે.
આજથી શરૂ થયેલી ખરીદીના ભાગરૂપે ગાંધીનગરના કૃષિ ભવન ખાતેથી લાઈવ મોનિટરીંગ કરવામાં આવી રહ્યું છે. રાજ્યભરમાં કુલ 97 કેન્દ્રો પરથી ખરીદીની કામગીરી હાથ ધરવામાં આવી છે, જ્યારે આવતીકાલથી સોમવારથી રાજ્યના કુલ 300 કેન્દ્રો પરથી ટેકાના ભાવે ખરીદી શરૂ કરાશે.

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.