રાજ્ય સરકારે ખેડૂતો પાસેથી ટેકાના પાસે ચણા અને રાયડાની ખરીદી કરવાની જાહેરાત કર્યા બાદ જિલ્લાઓમાં માર્કેટ યાર્ડમાં ખેડૂતો જણસ વેચવા આવી રહ્યા છે.
અમરેલી જિલ્લામાં અમારા પ્રતિનિધિ હરેશ ટાંક જણાવે છે કે, રાજુલા, ધારી, ખાંભા અને બગસરા એમ ચાર કેન્દ્રો પર 1 હજાર 130 રૂપિયા પ્રતિ મણના ભાવે ખરીદી કરવામાં આવી રહી છે.
જિલ્લામાં કુલ 12 કેન્દ્રો પર ચણાની ખરીદી કરવામાં આવી રહી છે. આ કેન્દ્રોમાં સાવરકુંડલામાં બે કેન્દ્રો ઉપરાંત ટીબી, બાબરા, લાઠી અને અમરેલી માર્કેટિંગ યાર્ડનો સમાવેશ થાય છે.
પાટણ જિલ્લાના અમારા પ્રતિનિધી રમેશ સોલંકી જણાવે છે કે, જિલ્લાના 7 સેન્ટર ખાતે ચણાની ખરીદી શરૂ કરવામાં આવી છે. પાટણ, સિદ્ધપુર, ચાણસ્મા, હારીજ, સમી, રાધનપુર અને સાંતલપુર એમ સાત કેન્દ્રો ખાતે ચણાની ખરીદી કરવામાં આવશે. આ માટે ખેડૂતોની ઓનલાઇન નોંધણી કરવામાં આવી રહી છે.
જિલ્લામાં 64, 000 હેક્ટર વિસ્તારમાં ચણાનું અને 25, 600 હેક્ટરમાં રાયડાનું વાવેતર કરાયું છે.
Site Admin | એપ્રિલ 25, 2025 9:39 એ એમ (AM)
ટેકાના પાસે ચણા અને રાયડાની ખરીદી શરૂ
