ટૅક પોલિસિંગની દિશામાં રાજ્ય પોલીસે વધુ એક સિદ્ધિ હાંસલ કરી છે. રાજ્ય પોલીસે નૅશનલ ઑટોમૅટેડ ફિંગરપ્રિન્ટ આઈડેન્ટિફિકેશન સિસ્ટમની મદદથી ગત નવ મહિનામાં 80 ગુનાના ભેદ ઉકેલ્યા છે. આ અંગે માહિતી આપતાં રાજ્યના મુખ્ય પોલીસ અધિકારી – DGP વિકાસ સહાયે કહ્યું, ટૅક્નોલૉજીનો ઉપયોગ ગુના ઉકેલવાની પ્રક્રિયાને વધુ ઝડપી અને સચોટ બનાવશે. રાજ્ય પોલીસ સ્માર્ટર અને પ્રૉફેશનલ પોલીસિંગ માટે ટૅક્નોલૉજીનો ઉપયોગ કરવા કટિબદ્ધ છે.
Site Admin | ઓક્ટોબર 23, 2025 2:31 પી એમ(PM)
ટૅક પોલિસિંગની દિશામાં રાજ્ય પોલીસે વધુ એક સિદ્ધિ હાંસલ કરી.