ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

નવેમ્બર 30, 2024 7:53 પી એમ(PM)

printer

ટૂંક સમયમાં ગતિ શક્તિ વિશ્વવિદ્યાલય દેશની ટોચની 10 યુનિવર્સિટીઓમાં સામેલ થશે :કેન્દ્રીય રેલવે અને માહિતી અને પ્રસારણ મંત્રી અશ્વિની વૈષ્ણવ

કેન્દ્રીય રેલવે અને માહિતી અને પ્રસારણ મંત્રી અશ્વિની વૈષ્ણવે વિશ્વાસ વ્યક્ત કર્યો કે ખૂબ જ ટૂંક સમયમાં ગતિ શક્તિ વિશ્વવિદ્યાલય દેશની ટોચની 10 યુનિવર્સિટીઓમાં સામેલ થશે.

તેમણે ઉમેર્યુ હતું કે પીએમ મોદીના નેતૃત્વમાં કેન્દ્ર સરકાર ભારતીય યુવાનો માટે રોજગારીની વધુ તકો ઊભી કરવા માટે શૈક્ષણિક શિક્ષણને ઔદ્યોગિક માંગ સાથે સંકલિત કરવા પર ધ્યાન કેન્દ્રિત કરી રહી છે.

વડોદરામાં ગતિ શક્તિ વિશ્વવિદ્યાલય દેશની પ્રથમ લોજિસ્ટિક યુનિવર્સિટીના બીજા દીક્ષાંત સમારોહને સંબોધતા મંત્રીએ માત્ર લોજિસ્ટિક સેક્ટરમાં જ નહીં પરંતુ સેમી કંડક્ટર, ટાઉન પ્લાનિંગ જેવા અન્ય વિવિધ ક્ષેત્રોમાં પણ ઉદ્યોગને યોગ્ય માનવબળ બનાવવા માટે ગતિ શક્તિ વિશ્વવિદ્યાલયની ભૂમિકાની પ્રશંસા કરી હતી.

મંત્રીએ વિદ્યાર્થીઓને સારા ભવેષ્ય માટે વર્તમાનમાં જીવવાની સલાહ આપી હતી.