ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
Listen to live radio

જુલાઇ 4, 2024 11:00 એ એમ (AM)

printer

ટી 20 વિશ્વકપ વિજેતા ભારતીય ક્રિકેટ ટીમ આજે સવારે બાર્બાડોસથી દિલ્હી આવી પહોંચી

ટી 20 વિશ્વકપ વિજેતા ભારતીય ક્રિકેટ ટીમ આજે સવારે બાર્બાડોસથી દિલ્હી આવી પહોંચી હતી. નવી દિલ્હી આંતરરાષ્ટ્રીય વિમાન મથકની બહાર ક્રિકેટ પ્રશંસકોએ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહીને ટીમનાં સભ્યોનું ઉમળકાભેર સ્વાગત કર્યું હતું. ટુર્નામેન્ટમાં જીત મેળવ્યા બાદ ટીમ બાર્બાડોસથી પરત ફરી હતી. ચક્રવાત હરિકેન બેરિલને કારણે ભારતીય ટીમનાં સ્વદેશ આગમનમાં વિલંબ થયો હતો. ભારતીય ટીમ મુંબઇ જવા રવાના થતા પહેલાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને તેમનાં નિવાસસ્થાને મળશે.
બીસીસીઆઇના સેક્રેટરી જય શાહે જણાવ્યું હતું કે, વિજેતા ટીમ આજે સાંજે મુંબઇમાં ખુલ્લી બસમાં બેસીને રોડ શોમાં ભાગ લેશે. નરીમાન પોઇન્ટથી વાનખેડે સ્ટેડિયમ વચ્ચે સાંજે પાંચથી સાત વાગ્યા દરમિયાન વિજય સરઘસ કાઢવામાં આવશે, ત્યાર બાદ વાનખેડે સ્ટેડિયમ ખાતે આયોજિત સત્કાર સમારંભમાં ટીમને ઇનામની રકમ અર્પણ કરવામાં આવશે. રોડ શો માટે મુંબઇ પોલિસે ચુસ્ત સલામતી બંદોબસ્ત કર્યો છે.