નવેમ્બર 6, 2025 7:52 પી એમ(PM)

printer

ટી-20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ભારતે ચોથી મેચમાં ઑસ્ટ્રેલિયાને 48 રનથી હરાવ્યું.

ટી-ટવેન્ટી આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ભારતે આજે ચોથી મેચમાં ઑસ્ટ્રેલિયાને 48 રનથી હરાવીને શ્રેણીમાં 2-1થી સરસાઈ મેળવી છે, ભારતીય ટીમે પહેલા બેટિંગ કરતા નિર્ધારિત 20 ઓવરમાં 8 વિકેટ ગુમાવી 167 રન બનાવ્યા હતા. જ્યારે ઑસ્ટ્રેલિયા 18 ઓવર બે બોલમાં 119 રને જ ઓલઆઉટ થઈ ગયું હતું.
ભારત તરફથી સૌથી વધુ 46 રન શુબમન ગિલે બનાવ્યા. જ્યારે વોશિંગ્ટન સુંદરે ત્રણ અને શિવમ દુબે તથા અક્ષર પટેલે બે-બે વિકેટ લીધી. ઑસ્ટ્રેલિયા તરફથી સૌથી વધુ 30 રન મિશેલ માર્શે બનાવ્યા.
અક્ષર પટેલને પ્લેયર ઑફ ધ મેચ જાહેર કરાયાં હતાં.

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.