આજે 24 માર્ચ એટલે કે વિશ્વ ક્ષય દિવસ છે. નીતિ આયોગના ટીબી નાબૂદી લક્ષ્યાંકના 95 ટકા હાંસલ કરીને ગુજરાત અગ્રેસર રાજ્ય બન્યું છે. વર્ષ 2024માં રાજ્યને અપાયેલા એક લાખ 45 હજાર ટીબી દર્દીઓની ઓળખના લક્ષ્યાંક સામે રાજ્યમાં એક લાખ 37 હજાર 929 ટીબી દર્દીઓની નોંધણી કરાઇ હતી.જેમની સારવાર પૂર્ણ થવાનો દર 90 ટકા નોંધાયો હતો. વર્ષ 2024માં ટીબીના એક લાખ 18 હજાર 984 દર્દીઓને 43 કરોડ રૂપિયાથી વધુની આર્થિક સહાય આપવામાં આવી છે. રાજ્યમાં 10 હજારથી વધુ નિક્ષય મિત્રોના સહયોગથી 3 લાખ 49 હજાર પોષણ કિટનું વિતરણ કરાયું છે. આ સાથે 100 દિવસીય સઘન ટીબી નાબૂદી અભિયાન હેઠળ અત્યાર સુધીમાં 35 લાખ 75 હજાર લોકોનું ટીબી પરીક્ષણ કરી સારવાર શરૂ કરાઇ છે.
Site Admin | માર્ચ 24, 2025 9:46 એ એમ (AM)
ટીબી નાબૂદીના લક્ષ્યાંકને હાંસલ કરવામાં ગુજરાત દેશભરમા અગ્રેસર.
