ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

જૂન 3, 2025 10:28 એ એમ (AM)

printer

ટીન ટીન ટોકરી વગાડતી જાય, સાયકલ મારી સરરર જાય – એવી અત્યંત લોકપ્રિય એવી સાયકલ દિવસની આજે ઉજવણી

આજે વિશ્વ સાઇકલ દિવસ છે. સાઇકલ ચલાવવાથી થતાં સંખ્યાબંધ આરોગ્ય લાભો અંગે જાગૃતિ ફેલાવવા દર વર્ષે 3 જૂનનાં રોજ વિશ્વ સાઇકલ દિવસની ઉજવણી કરવામાં આવે છે. બાળપણમાં લીઘેલી પહેલી સાયકલ અને તેને ચલાવતા શીખવું એ આપણા બધા માટે એક અવિસ્મરણીય યાદ છે. સાયકલ ચલાવવી એ આરોગ્ય માટે લાભદાયક હોવાની સાથે સાથે વાહનોમાં વપરાતા બળતણનો વપરાશ ઘટાડીને પર્યાવરણને થતા નુકસાનને ઘટાડે છે. 2018માં સંયુક્ત રાષ્ટ્રએ સાયકલને પરિવહન માટેનાં સરળ, કિફાયતી અને પર્યાવરણલક્ષી માધ્યમ તરીકે પ્રોત્સાહિત કરવા ત્રણ જૂનને વિશ્વ સાઇકલ દિવસ તરીકે જાહેર કર્યો હતો. કેન્દ્ર સરકારના યુવા બાબતો અને રમતગમત મંત્રાલય દ્વારા ‘ફિટ ઇન્ડિયા સન્ડેઝ ઓન સાયકલ’ રાષ્ટ્રવ્યાપી અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. આ અભિયાનમાં અત્યાર સુધીમાં ૪,૬૦૦ જેટલા સ્થળોએ લગભગ ૨ લાખ સાયકલ પ્રેમી નાગરિકો સહભાગી થયા છે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ