ટપાલ સેવાને લગતા પ્રશ્નોના નિરાકરણ માટે પોસ્ટમાસ્ટર જનરલની અમદાવાદની કચેરી ખાતે 10મી સપ્ટેમ્બરે સવારે 11 વાગ્યે ડાક અદાલત યોજાશે. તેમાં નીતિ વિષયક મુદ્દા સિવાયની ટપાલ સેવાઓને લગતા અન્ય મુદ્દાઓ સબંધિત ફરિયાદો સાંભળવામાં આવે છે.
આ માટેની ફરિયાદો શ્રી આર. એન. ગાંધી, સહાયક નિદેશક ડાક સેવા ફરિયાદ વિભાગ, પોસ્ટમાસ્ટર જનરલ, અમદાવાદ મુખ્યાલય ક્ષેત્ર, સ્પીડપોસ્ટ ભવન, શાહીબાગ, અમદાવાદને 5મી સપ્ટેમ્બર સુધીમાં મળી જાય તે રીતે મોકલવાની રહેશે. ફરિયાદ સ્પષ્ટ અને મુદ્દાસર હોવી જરૂરી છે. નીતિ વિષયક આધારિત મુદ્દાઓની સુનાવણી હાથ ઉપર લેવામાં આવશે.
Site Admin | ઓગસ્ટ 21, 2025 3:17 પી એમ(PM)
ટપાલ સેવાને લગતા પ્રશ્નોના નિરાકરણ માટે પોસ્ટમાસ્ટર જનરલની અમદાવાદની કચેરી ખાતે 10મી સપ્ટેમ્બરે સવારે 11 વાગ્યે ડાક અદાલત યોજાશે.