ટપાલ વિભાગ દ્વારા રાષ્ટ્રીય સ્તરની ‘ઢાઈ આખર’ પત્રલેખન સ્પર્ધા યોજાશે.અમદાવાદના પોસ્ટમાસ્ટર જનરલ કૃષ્ણ કુમાર યાદવે આ અંગે માહિતી આપતાજણાવ્યું કે, આ પ્રતિયોગીતામાં ‘લેખનનો આનંદ : ડિજિટલ યુગમાં પત્રોનું મહત્વ’ વિષય પર સ્પર્ધકોએ તેમના વિચારોને વ્યક્ત કરતો એક પત્ર લખવાનો રહેશે, જેને મુખ્ય પોસ્ટમાસ્ટર જનરલ, ગુજરાત પરિમંડલ, અમદાવાદ-380001 ને સરનામે મોકલવાનો રહેશે. આ પ્રતિયોગીતામાં પસંદ કરવામાં આવેલાપત્રો માટે પાંચ હજારથી પચાસ હજાર રૂપિયાં સુધીનું પુરસ્કાર આપવામાં આવશે. આ માટેવિવિધ શાળાઓ અને કોલેજો ટપાલ વિભાગ સાથે મળીને પોતાને ત્યાં આયોજન કરી શકે છે. આપ્રતિયોગીતાની અંતિમ તારીખ 14 ડિસેમ્બર, 2024 છે. આ ‘ઢાઈ આખર’ પત્ર લેખન પ્રતિયોગીતામાં કોઈપણ વયના લોકો ભાગ લઈ શકે છે. પત્રઆંતરદેશીય પત્ર અથવા પરબિડીયામાં જ માન્ય ગણાશે , જેમાં અનુક્રમે 500 અને 1હજાર શબ્દોમાં અંગ્રેજી, હિન્દી અથવા સ્થાનિક ભાષામાં હાથથી પત્ર લખી શકાય છે. પત્રમાં તમારુંપૂર્ણ નામ, સરનામું, જન્મતારીખ, મોબાઇલ નંબર અને શાળાના નામ સાથે સંબંધિત પરિમંડલના મુખ્યપોસ્ટમાસ્ટર જનરલના સરનામે 14 ડિસેમ્બર, 2024 સુધી મોકલવાનું રહેશે.
Site Admin | ઓક્ટોબર 22, 2024 7:11 પી એમ(PM)
ટપાલ વિભાગ દ્વારા રાષ્ટ્રીય સ્તરની ‘ઢાઈ આખર’ પત્રલેખન સ્પર્ધા યોજાશે