ચૂંટણી યોજવામાં ચૂંટણી પંચની પ્રામાણિકતા પર સવાલ ઉઠાવવા બદલ ભાજપે, વિપક્ષના નેતા રાહુલ ગાંધીની ટીકા કરી છે.ગઈકાલે નવી દિલ્હીમાં મીડિયાને સંબોધતા, પાર્ટીના પ્રવક્તા સંબિત પાત્રાએ કહ્યું, આ પહેલી વાર નથી જ્યારે શ્રી ગાંધીએ બંધારણીય સંસ્થાઓ પર આરોપ લગાવ્યા છે. શ્રી પાત્રાએ કહ્યું કે શ્રી રાહુલ ગાંધી અને અન્ય કોંગ્રેસ નેતાઓ એવા રાજ્યોમાં ચૂંટણી પંચની પ્રામાણિકતા પર સવાલ ઉઠાવતા નથી જ્યાં કોંગ્રેસે ચૂંટણી જીતી છે. તેમણે કહ્યું કે જ્યારે 2024ની લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસે 99 બેઠકો જીતી હતી, ત્યારે પાર્ટીએ આ જીતની ઉજવણી કરી હતી. ભાજપના પ્રવક્તાએ કહ્યું કે આમ કરવાથી કોંગ્રેસનો પસંદગીયુક્ત રોષ સ્પષ્ટપણે પ્રતિબિંબિત થાય છે.ઉલ્લેખનીય છે કે, એક પત્રકાર પરિષદમાં, શ્રી રાહુલ ગાંધીએ મતદાર યાદીઓમાં છેડછાડનો આરોપ લગાવીને તાજેતરમાં યોજાયેલી ચૂંટણીઓની પ્રામાણિકતા પર સવાલ ઉઠાવ્યા હતા.
Site Admin | ઓગસ્ટ 8, 2025 10:02 એ એમ (AM)
ચૂંટણી યોજવામાં ચૂંટણી પંચની પ્રામાણિકતા પર સવાલ ઉઠાવવા બદલ ભાજપે વિપક્ષના નેતા રાહુલ ગાંધીની ટીકા કરી
