ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
Listen to live radio

ઝારખંડ વિધાનસભા ચૂંટણીના પ્રથમ તબક્કામાં 66 ટકાથી વધુ મતદાન નોંધાયું – બીજા તબક્કાના મતદાન માટે પ્રચાર થયો વેગીલો

ઝારખંડ વિધાનસભા ચૂંટણીના પ્રથમ તબક્કામાં ગઇકાલે 66 ટકાથી વધુ મતદાન નોંધાયું હતું. ઝારખંડમાં વિધાનસભા ચૂંટણીના પ્રથમ તબક્કાના મતદાન બાદ 20 નવેમ્બરે યોજાનાર બીજા તબક્કાના મતદાન માટે પ્રચાર તેજ થઈ ગયો છે. NDA અને ઇન્ડી ગઠબંધન બંનેના નેતાઓ મતદારોને રીઝવવા વિવિધ મતવિસ્તારોમાં સભાઓ અને રેલીઓ કરી રહ્યા છે. આ શ્રેણીમાં ભાજપના વરિષ્ઠ નેતા અને ગૃહમંત્રી અમિત શાહ આજે રાજ્યના વિવિધ વિસ્તારોમાં પ્રચાર કરશે