ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

નવેમ્બર 10, 2024 7:22 પી એમ(PM)

printer

ઝારખંડ વિધાનસભા ચૂંટણીના પ્રથમ તબક્કાનો પ્રચાર આવતીકાલે પુર્ણ થાય તે પહેલાં, વિવિધ રાજકીય પક્ષોના અગ્રણી નેતાઓ પોતપોતાના પક્ષના ઉમેદવારોને વિજયી બનાવવા માટે જોરશોરથી પ્રચાર કરી રહયાં છે

ઝારખંડ વિધાનસભા ચૂંટણીના પ્રથમ તબક્કાનો પ્રચાર આવતીકાલે પુર્ણ થાય તે પહેલાં, વિવિધ રાજકીય પક્ષોના અગ્રણી નેતાઓ પોતપોતાના પક્ષના ઉમેદવારોને વિજયી બનાવવા માટે જોરશોરથી પ્રચાર કરી રહયાં છે.  ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ નેતા અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે ગુમલા અને બોકારોમાં જાહેર સભાઓને સંબોધી હતી. તેમણે પુનરોચ્ચાર કર્યો કે ભાજપ-એનડીએ સરકાર સબકા સાથ, સબકા વિકાસના મંત્ર માટે પ્રતિબદ્ધ છે.તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે આ માર્ગને અનુસરવાથી ઝારખંડ અને દેશ બંનેનો વિકાસ થશે.તેમણે રાજ્યમાં કૃષિને વેગ આપવાના ઉદ્દેશ્ય સાથે રાગી જેવા અનાજનું ઉત્પાદન અને વેચાણ વધારવાની યોજનાની પણ જાહેરાત કરી હતી. તેમણે ખેડૂતો અને તેમના હિતોને મદદ કરવા માટે પગલાં લેવા બદલ ભાજપના ઝારખંડ યુનિટની પ્રશંસા કરી. ઝારખંડ મુક્તિ મોરચાના વરિષ્ઠ અને મુખ્યમંત્રી હેમંત સોરેને રાંચીમાં ચૂંટણી રેલી યોજી હતી. તેમણે ભાજપ પર કેન્દ્રીય એજન્સીઓનો દુરઉપયોગ કરવાનોઆરોપ લગાવ્યો હતો. શ્રી સોરેને કહ્યું કે ઝારખંડના લોકો આ બધું જોઈ રહ્યા છે અને તેઓ આગામી ચૂંટણીમાં ભાજપને જવાબ આપશે.  બુધવારે પ્રથમ તબક્કામાં 43 વિધાનસભા બેઠકો પર મતદાન થશે. આમહિનાની 20 તારીખે બીજા તબક્કામાં 38 બેઠકો માટે મતદાન થશે.