ઝારખંડ વિધાનસભાનું ચાર દિવસનું વિશેષ સત્ર આજથી નવા ચૂંટાયેલા સભ્યોના ગૃહમાં સ્વાગત સાથે શરૂ થયું છે. નવા ચૂંટાયેલા ધારાસભ્યોના શપથ અને અધ્યક્ષની પસંદગી માટે આ સત્ર બોલાવવામાં આવ્યું છે.
પ્રોટેમ સ્પીકર સ્ટીફન મરાંડી નવા ચૂંટાયેલા સભ્યોને શપથ લેવડાવી રહ્યા છે. શપથવિધિ આવતીકાલ સુધી ચાલશે. સભ્યોના શપથગ્રહણ બાદ અધ્યક્ષની ચૂંટણી યોજાશે. ત્યારબાદ હેમંત સોરેન સરકાર માટે વિશ્વાસ મત આપવામાં આવશે. રાજ્યપાલ સંતોષકુમાર ગંગવાર બુધવારે વિધાનસભાને સંબોધિત કરશે અને ત્યારબાદ ચાલુ નાણાકીય વર્ષનું બીજું પૂરક અંદાજપત્ર ગૃહમાં રજૂ કરાશે.
Site Admin | ડિસેમ્બર 9, 2024 2:19 પી એમ(PM)
ઝારખંડ વિધાનસભાનું ચાર દિવસનું વિશેષ સત્ર આજથી નવા ચૂંટાયેલા સભ્યોના ગૃહમાં સ્વાગત સાથે શરૂ થયું
