ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
Listen to live radio

નવેમ્બર 16, 2024 7:08 પી એમ(PM) | ચૂંટણી

printer

ઝારખંડ વિધાનસભાની આગામી 20મી નવેમ્બરે યોજાનારી બીજા તબક્કાની ચૂંટણી માટેનો પ્રચાર વેગવાન બન્યો

ઝારખંડ વિધાનસભાની આગામી 20મી નવેમ્બરે યોજાનારી બીજા તબક્કાની ચૂંટણી માટેનો પ્રચાર વેગવાન બન્યો છે. ભાજપના વરિષ્ઠ નેતા અમિત શાહે ઝારખંડની હેમંત સોરેન સરકાર આદિજાતિ સમુદાયના વિકાસ માટે પૂરતું ભંડોળ નહીં ફાળવતી હોવાનો આક્ષેપ કર્યો છે. તેઓ આજે દુમકા, દેવઘર અને ગીરીધમાં ચૂંટણી પ્રચાર કરી રહ્યા છે.
ઝારખંડ વિધાનસભા ચૂંટણીમાં ભાજપના સહપ્રભારી હેમંત બિસ્વા સરમાએ હેમંત સોરેન સામે અસત્ય વચનો આપતાં હોવાનો આક્ષેપ કર્યો છે.
કોંગ્રેસના અધ્યક્ષ મલ્લિકાર્જૂન ખડગે જામતારા અને ખીરજી ખાતે ચૂંટણી સભામાં ઝારખંડના વિકાસ માટે કેન્દ્ર સરકાર પૂરતું ભંડોળ નહીં ફાળવતી હોવાનો આક્ષેપ કર્યો છે.
JMM ના નેતા અને મુખ્યમંત્રી હેમંત સોરેને વિધાનસભાની ચૂંટણીના સમયગાળામાં કેન્દ્ર સરકાર દ્વારા કેન્દ્રીય સંસ્થાઓનો દુરૂપયોગ થતો હોવાનો આક્ષેપ કર્યો છે.