ઝારખંડ મુક્તિ મોરચાના નેતા હેમંત સોરેન આજે ઝારખંડના મુખ્યમંત્રી તરીકે શપથ લેશે. રાજ્યપાલ સંતોષ કુમાર ગંગવાર સાંજે 4 વાગ્યે રાંચીના મોરહબાદી મેદાનમાં આયોજિત કાર્યક્રમમાં શ્રી સોરેનને હોદ્દા અને ગુપ્તતાના શપથ લેવડાવશે. અમારા સંવાદદાતા જણાવે છે કે શપથગ્રહણ સમારોહ માટે પુરતી વ્યવસ્થા કરવામાં આવી છે.
આ સમારંભમાં કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલિકાર્જુન ખડગે ઉપરાંત લોકસભામાં વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધી, પશ્ચિમ બંગાળનાં મુખ્યમંત્રી મમતા બેનર્જી, દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ ઉપસ્થિત રહેશે. આ કાર્યક્રમમાં ઉત્તરપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી અખિલેશ યાદવ અને વરિષ્ઠ આરજેડી નેતા તેજસ્વી પ્રસાદ યાદવ પણ ઉપસ્થિત રહેશે. આ કાર્યક્રમમાં મેઘાલયના મુખ્યમંત્રી કોનરાડ સંગમા, પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન અને હિમાચલ પ્રદેશના મુખ્યમંત્રી સુખવિંદરસિંહ સુખુ પણ ઉપસ્થિત રહે તેવી શક્યતા છે. ટ્રાફિકની સમસ્યા ન સર્જાય તે માટે આજે રાંચીની તમામ શાળાઓ બંધ છે.
Site Admin | નવેમ્બર 28, 2024 2:01 પી એમ(PM) | હેમંત સોરેન
ઝારખંડ મુક્તિ મોરચાના નેતા હેમંત સોરેન આજે ઝારખંડના મુખ્યમંત્રી તરીકે શપથ લેશે
