ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
Listen to live radio

જુલાઇ 4, 2024 9:09 એ એમ (AM)

printer

ઝારખંડ મુક્તિ મોરચાના કાર્યકારી પ્રમુખ હેમંત સોરેન 7મી જુલાઈએ ઝારખંડના મુખ્યમંત્રી તરીકે ફરી એકવાર શપથ લેશે

ઝારખંડ મુક્તિ મોરચાના કાર્યકારી પ્રમુખ હેમંત સોરેન 7મી જુલાઈએ ઝારખંડના મુખ્યમંત્રી તરીકે ફરી એકવાર શપથ લેશે. મુખ્યમંત્રી ચંપાઈ સોરેને ગઈકાલે રાજ્યપાલ સી.પી. રાધાકૃષ્ણનને પદ પરથી રાજીનામું સોંપ્યું હતું. જેનાથી હેમંત સોરેનને મુખ્યમંત્રી તરીકે પાછા ફરવાનો માર્ગ મોકળો થતા જ તેમણે નવી સરકાર રચવાનો દાવો કર્યો હતો.
હેમંત સોરેનને ફરીથી મુખ્યમંત્રી બનાવવાનો નિર્ણય INDIA ગઠબંધનમાં સામેલ ઝારખંડ મુક્તિ મોરચા, કોંગ્રેસ અને રાષ્ટ્રીય જનતા દળના ધારાસભ્યોની બેઠકમાં લેવામાં આવ્યો હતો.
ઉલ્લેખનીય છે કે હેમંત સોરેને આ વર્ષે 31મી જાન્યુઆરીએ મુખ્યમંત્રી પદ પરથી રાજીનામું આપી દીધું હતું અને કથિત જમીન કૌભાંડના સંબંધમાં મની લોન્ડરિંગ કેસમાં ED દ્વારા તેમની ધરપકડ કરવામાં આવી હતી.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ

કોઈ પોસ્ટ મળી નથી.