ઝારખંડ અને મહારાષ્ટ્રમાં વિધાનસભા ચૂંટણીનો પ્રચાર વેગવાન બન્યો છે. ઝારખંડમાં, NDA અને ભારતીય જનતા પાર્ટીનાં નેતાઓ પોતપોતાના ઉમેદવારોની તરફેણમાં મતદારોને આકર્ષવાનો પ્રયાસ કરી રહ્યા છે. ગઈકાલે ભાજપના વરિષ્ઠ નેતા અને સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે લોહરદગામાં ચૂંટણી રેલીને સંબોધી હતી. કોંગ્રેસના પ્રમુખ મલ્લિકાર્જુન ખડગે અને જેએમએમના નેતા તથા મુખ્યમંત્રી હેમંત સોરેને રાજ્યમાં શ્રેણીબધ્ધ બેઠકો યોજી હતી.
દરમિયાન, મહારાષ્ટ્રમાં એક તબક્કામાં યોજાનારી વિધાનસભા ચૂંટણી માટે પણ પ્રચાર વેગવાન બન્યો છે. લોકસભામાં વિરોધ પક્ષનાં નેતા અને કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી આજે નાગપુર અને મુંબઇમાં પ્રચાર કરશે.
Site Admin | નવેમ્બર 6, 2024 2:20 પી એમ(PM)
ઝારખંડ અને મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી માટે પ્રચારે વેગ પકડ્યો. – રાહુલ ગાંધી આજે નાગપુર અને મુંબઇમાં પ્રચાર કરશે
