ઝારખંડમાં શાસક અને વિરોધ પક્ષો મતદારોનું સમર્થન મેળવવા માટે આક્ષેપો અને પ્રતિઆક્ષેપો કરી રહ્યા છે. ભાજપના ઝારખંડ ચૂંટણીસહ-પ્રભારી અને આસામના મુખ્યમંત્રી હિમંત બિસ્વા સરમાએ આરોપ લગાવ્યો કે મુખ્યમંત્રી હેમંત સોરેન વોટ બેંક માટે બાંગ્લાદેશી ઘૂસણખોરોને રક્ષણ આપે છે.
બીજી બાજુ, JMMના વરિષ્ઠ નેતા અને મુખ્યમંત્રી હેમંત સોરેને ભાજપ પર આરોપ મૂક્યો છે કે તેમણે 2019 માં સત્તા સંભાળી ત્યારથી તેમની સરકાર વિરુદ્ધ કાવતરું રચવામાં આવી રહ્યું છે. સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ આજે રાંચી અને લોહરદગામાં ચૂંટણી સભાઓને સંબોધિત કરશે, જ્યારે ઉત્તરપ્રદેશનાં મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ જમશેદપુર અને કોડરમામાં NDAનાં ઉમેદવારો માટે પ્રચાર કરશે. કોંગ્રેસ પ્રમુખ મલ્લિકાર્જુન ખડગે માંડુ અને કાંકેમાં રેલીઓમાં ઇન્ડિયા ગઠબંધનનાં ઉમેદવારો માટે મત માંગશે.
Site Admin | નવેમ્બર 5, 2024 9:43 એ એમ (AM) | મતદારો
ઝારખંડમાં શાસક અને વિરોધ પક્ષો મતદારોનું સમર્થન મેળવવા માટે આક્ષેપો અને પ્રતિઆક્ષેપો કરી રહ્યા છે
