ઝારખંડમાં વિધાનસભા ચૂંટણીના પ્રથમ તબક્કા માટે પ્રચાર પૂરજોશમાં ચાલી રહ્યો છે. નેશનલ ડેમોક્રેટિક અને ઈન્ડિયા એલાયન્સ બંનેના મુખ્ય પ્રચારકો મતદારોને રીઝવવા પ્રયાસ કરી રહ્યા છે. ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ નેતા અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે ઝારખંડમાં બે રેલીઓને સંબોધશે અને રોડ શોમાં ભાગ
લેશે.
પ્રધાનમંત્રીની પ્રથમ ચૂંટણી સભા બોકારોમાં ચંદનકિયારી વિધાનસભા ક્ષેત્રના ચાંદીપુર ફૂટબોલ મેદાનમાં બપોરે 1 વાગ્યે શરૂ થઇ છે, જ્યારે બીજી ચૂંટણી રેલી 3.15 વાગ્યે ગઢવાના એરોડ્રોમ મેદાનમાં થશે. પ્રધાનમંત્રી સાંજે 5.15 વાગ્યે રાંચીમાં રોડ શો પણ કરશે. બીજી તરફ JMMના વરિષ્ઠ નેતા હેમંત સોરેન ભવનાથપુર, તામર અને ખિજરી ખાતે શ્રેણીબદ્ધ સભાને સંબોધશે, જ્યારે વરિષ્ઠ RJD
નેતા તેજસ્વી યાદવ ચતરાના હંટરગંજમાં લોકોને સંબોધિત કરશે.