ઝારખંડમાં વિધાનસભા ચૂંટણીની જાહેરાત બાદ રાજ્યના વિવિધ ભાગોમાંથી ત્રણ કરોડ 15 લાખ રૂપિયાથી વધુની ગેરકાયદેસર સામગ્રી અને રોકડ જપ્ત કરવામાં આવી છે. મુખ્ય ચૂંટણી અધિકારી કે. રવિ કુમારે જણાવ્યું કે આદર્શ આચાર સંહિતાનો કડક અમલ કરવા સૂચના આપવામાં આવી છે. પંચની માર્ગદર્શિકા અનુસાર, ચૂંટણીના સમયગાળા દરમિયાન વ્યક્તિઓને 50,000 રૂપિયા સુધી લઈ જવાની છૂટ છે. જો રકમ 50,000 થી વધુ હોય પરંતુ 10 લાખ રૂપિયાથી ઓછી હોય, તો નાણાં જપ્ત કરવામાં આવશે, અને જિલ્લા કમિશનરની આગેવાની હેઠળની સમિતિ નક્કી કરશે કે ભંડોળ કાયદેસરના હેતુઓ અથવા અન્ય હેતુઓ માટે હતું. 10 લાખ રૂપિયાથી વધુની કોઈપણ રોકડ વધુ તપાસ માટે આવકવેરા વિભાગને સોંપવામાં આવશે.
Site Admin | ઓક્ટોબર 20, 2024 7:40 પી એમ(PM)
ઝારખંડમાં વિધાનસભા ચૂંટણીની જાહેરાત બાદ રાજ્યના વિવિધ ભાગોમાંથી 3 કરોડ 15 લાખ રૂપિયાથી વધુની ગેરકાયદેસર સામગ્રી અને રોકડ જપ્ત કરવામાં આવી
