ઝારખંડમાં વિધાનસભા ચૂંટણીના પ્રથમ તબક્કા માટે ચૂંટણી પંચે આજે જાહેરનામું બહાર પાડ્યું. આ તબક્કામાં 13મી નવેમ્બરે 43 બેઠકો પર મતદાન થશે.અમારા સંવાદદાતાના જણાવ્યા મુજબ 25 ઓક્ટોબર ઉમેદવારી પત્રો ભરવાની છેલ્લી તારીખ છે. 28 ઓક્ટોબરના રોજ ઉમેદવારી પત્રોની ચકાસણી કરવામાં આવશે. ઉમેદવારી પાછી ખેંચવાનો છેલ્લો દિવસ આ મહિનાની 30 તારીખ છે. ચૂંટણી પંચે પ્રથમ વખત ઉમેદવારો માટે ઓનલાઈન નોમિનેશનની સુવિધા પૂરી પાડી છે. ઝારખંડના મુખ્ય ચૂંટણી અધિકારી કે રવિ કુમારે જણાવ્યું હતું કે ઉમેદવારીપત્રો ઓનલાઇન પોર્ટલ suvidha.eci.gov.in પર ઉપલબ્ધ છે. એકાઉન્ટ બનાવીને ઉમેદવારો પત્ર ભરી શકે છે અને સિક્યોરિટી રકમ જમા કરાવી શકે છે. સોગંદનામું ઓનલાઈન પણ ભરી શકાશે. એકવાર તે ભરાઈ જાય ત્યારબાદ તેની પ્રિન્ટ આઉટ લઈ નોટરાઇઝ
કરાવીને તેને રિટર્નિંગ ઓફિસર સમક્ષ રજૂ કરી શકાશે.
Site Admin | ઓક્ટોબર 18, 2024 4:07 પી એમ(PM)
ઝારખંડમાં વિધાનસભા ચૂંટણીના પ્રથમ તબક્કા માટે ચૂંટણી પંચે આજે જાહેરનામું બહાર પાડ્યું
