ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

જુલાઇ 29, 2025 2:06 પી એમ(PM)

printer

ઝારખંડમાં બસ અને ટ્રક વચ્ચેના અકસ્માતમાં છ શ્રદ્ધાળુઓના મોત, 24ને ઈજા

ઝારખંડમાં, આજે સવારે દેવઘર-હંસદીહા માર્ગ પર મોહનપુર તાલુકામાં જામુનિયા ચોક પાસે બસ અને ટ્રક સામસામે અથડાતાં દેવઘર જઈ રહેલા છ શ્રદ્ધાળુઓના ઘટનાસ્થળે જ મોત થયા હતા. જ્યારે 24 વધુ મુસાફરો ગંભીર રીતે ઘાયલ થયા છે. ઘાયલોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
ઘાયલોની હાલત ગંભીર હોવાનું કહેવાય છે આ અકસ્માતમાં મૃત્યુઆંક વધુ વધી શકે છે. કાવડિયાઓથી ભરેલી બસ દેવઘર જઈ રહી હતી, ત્યારે આ દુર્ધટના સર્જાઈ હતી.